આ દર્દનાક દુર્ઘટના બુધવારે બપોરના સમયે તામિલનાડુના એક ગામ કુન્નુર પાસે બનેલી હતી. જે હેલિકોપ્ટર સાથે આ અકસ્માત થયો તે ભારતીય વાયુસેનાનું Mi-17V5 હતું. જેમાં ડબલ એન્જિનનું આ હેલિકોપ્ટર ઘણું સલામત માનવામાં આવે છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત સવાર હતા, અને જેનું આ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું.
CDS બિપિન રાવત નું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં કુલ 14 લોકો સવાર હતા. CDS રાવતની પત્ની મધુલિકા રાવત પણ હેલિકોપ્ટરમાં હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM Modi અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત તમામ નેતાઓએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે આ દર્દનાક દુર્ઘટના બુધવારે બપોરે તમિલનાડુના કુન્નુર પાસે બની હતી.
I am shocked and anguished over the untimely demise of Gen. Bipin Rawat and his wife, Madhulika ji. The nation has lost one of its bravest sons. His four decades of selfless service to the motherland was marked by exceptional gallantry and heroism. My condolences to his family.
— President of India (@rashtrapatibhvn) December 8, 2021
દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા જીના અકાળ અવસાનથી હું આઘાત અને દુઃખી છું. અને ભારત દેશે તેનો એક બહાદુર પુત્ર ગુમાવ્યો છે. માતૃભૂમિ માટે તેમની ચાર દાયકાની નિઃસ્વાર્થ સેવા અસાધારણ શૌર્ય અને બહાદુરીથી ચિહ્નિત હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે હું તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું, જેમાં અમે જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય કર્મચારીઓને ગુમાવ્યા છે. તેમણે ખંતપૂર્વક ભારતની સેવા કરી. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
I am deeply anguished by the helicopter crash in Tamil Nadu in which we have lost Gen Bipin Rawat, his wife and other personnel of the Armed Forces. They served India with utmost diligence. My thoughts are with the bereaved families.
— Narendra Modi (@narendramodi) December 8, 2021
આ ઘટના પર શોક વ્યક્ત કરતા, ગૃહ પ્રધાન અમિત શાહે પણ કહ્યું કે આ દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. કારણ કે અમે અમારા CDS જનરલ બિપિન રાવત જીને ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી હતી. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું ખૂબ જ દુઃખી છું.
A very sad day for the nation as we have lost our CDS, General Bipin Rawat Ji in a very tragic accident. He was one of the bravest soldiers, who has served the motherland with utmost devotion. His exemplary contributions & commitment cannot be put into words. I am deeply pained.
— Amit Shah (@AmitShah) December 8, 2021
તમને ટૂંક માં જણાવી દઈએ કે આ દર્દનાક દુર્ઘટના આજે બુધવારે બપોરે તમિલનાડુના કુન્નુર પાસે બની હતી. જે હેલિકોપ્ટર સાથે આ અકસ્માત થયો તે ભારતીય વાયુસેનાનું Mi-17V5 હતું. ડબલ એન્જિનનું આ હેલિકોપ્ટર ઘણું સલામત માનવામાં આવે છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત સવાર હતા, જેનું આ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.