અમરેલી જિલ્લામાં કોરોનાના કારણે સહાયરૂપી 642 અરજીઓ આવી અને 295 અરજીઓ મંજૂર કરી

અમરેલી જિલ્લામાં ગતવર્ષ કોવિડ-19 બીમારીથી મૃત્યુ પામેલા લોકોના વારસદારો- ઘરણસદસ્યોને સહાયરૂપી રકમની ચૂકવણી કરવાનું સરકારે શરૂ કરવામાં આવેલું છે. સહાયની ચુકવણી દરમિયાન કોરોનાને કારણે મૃત્યુનો ચોક્કસ આંકડો જાણવા મળે તેવી શક્યતા છે. કારણ કે અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક 102 થયો છે. જ્યારે 295 મૃતકોના વારસદારોને તેમની સામે 1.47 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

રાજ્ય સરકારે તાજેતરમાં કોરોના ના લીધે મૃત્યુ પામેલાને રૂ. 50,000/-ની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ અમરેલી જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા પણ શરૂ થઈ હતી. અમરેલી વહીવટી તંત્રએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. એક દીઠ 50 હજાર, એટલે કુલ રૂ. 1.47 કરોડ ચૂકવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં વહીવટી તંત્રને કુલ 642 અરજીઓ મળી છે જેમાંથી કુલ 295 અરજીઓ મરેલી જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મંજૂર કરી તેમના 50 હજાર દીઠ ચૂકવણી કરવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવી?

કોવિડ-19ના કારણે મૃતકના વારસદારોને તેમના ઘરઆંગણે ઝડપી અને સરળથી સહાય પૂરી પાડવા માટે એક મોબાઈલ માં ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તમે www.iora.gujarat.gov.in પોર્ટલના હોમપેજ પર COVID-19 X-Gratia Payment પર ક્લિક કરીને આ લિંક www.iora.gujarat.gov.in/Cov19_login.aspx પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે.

અરજી માટે કયા દસ્તાવેજોની જરૂર છે?

અરજી માટે મોબાઇલ અથવા કોમ્પ્યુટર દ્વારા OTP જનરેટ થયેલ હોવો જોઈએ, RTPCR કે રેપિડ ટેસ્ટ કરેલો હોવો જોઈએ, મોલેક્યુલર ટેસ્ટિંગ, મેડિકલ ટ્રીટમેન્ટ અથવા ડાયગ્નોસ્ટિક એઇડ કોવિડ-19 અથવા ફોર્મ-4/ફોર્મ-IVમાંથી કોઈપણ એક અપલોડ કરેલું હોવું જોઈએ. મૃતકના મૃત્યુ પ્રમાણપત્રની નકલ, વારસદારોની એફિડેવિટ અને બેંક પાસબુકની નકલ અથવા સહાય મેળવતા વારસદારોના ક્રોસ ચેકની નકલ અપલોડ કરવાની રહશે. આ ઉપરાંત અરજી સંબંધિત મામલતદારની કચેરી અથવા જિલ્લા કલેક્ટરની કચેરીને પણ વ્યક્તિગત રીતે મોકલી શકાશે. હેલ્પલાઈન નંબર 1077 અને સ્ટેટ કંટ્રોલ રૂમ નં. 079-23251900 પર સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકાય છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.