રાજ્યમાં એક સાવજનુ પણ વાહન કે ટ્રેન હડફેટે માેત થાય ત્યારે તંત્ર દ્વારા સાવજાેની રક્ષા માટે કાગળ પર માેટા માેટા નિર્ણયાે જાહેર કરાઇ છે. આપણે જોવા જઈએ તો જયાં સાવજાે સાથે સાૈથી વધુ અકસ્માત થઇ રહ્યાં છે જેમકે પાલિતાણા શેત્રુજી ડિવીઝન છે ત્યાં ઓફિસરોને 3 રેન્જનો ચાર્જ આપી ને ચલાવે છે અને આ વિસ્તારના સાવજાે પણ કોઈ સુરક્ષા દેખાતી નથી. કારણ કે અહી માેટાભાગના RFO ની જગ્યા ખાલી છે. ખુદ DCF અને બે ACF પણ રજા પર છે.
તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારાેના વનવિભાગ સરકાર દ્વારા વનવિભાગનુ નવુ શેત્રુંજય ડિવીઝન ઉભુ કરવામા આવ્યું હતુ. અમરેલી જિલ્લાનાે તેમા સમાવાયેલાે વિસ્તાર અગાઉ ગીરપુર્વમા આવતાે હતાે. પરંતુ જયારથી પાલિતાણામા શેત્રુંજય ડિવીઝન ઉભુ કરાયુ છે. ત્યારથી સાવજાેની પણ જાણે માઠી દશા બેઠી છે. કારણ કે ન તાે આ ડિવીઝનની કચેરીમા પુરતી સુવિધા છે કે ન તાે જુદીજુદી રેંજની કચેરીઓમા પુરતી સુવિધા અને સ્ટાફ છે. પાછલા કેટલાક સમયથી આ ડિવીઝનમા ઉચ્ચ અધિકારીઓની અનેક જગ્યા ખાલી પડી છે.
જયાં સાવજાેનુ માેટુ ગૃપ વસે છે તે લીલીયામા છેલ્લા કેટલાય મહિનાથી RFO ની જગ્યા ખાલી છે. આવી જ રીતે જયાં માેટી સંખ્યામા સાવજ વસે છે ત્યાં રાજુલાની જગ્યા પણ લાંબા સમયથી ખાલી છે. જેના કારણે જેસરના RFO ને રાજુલા અને લીલીયાનાે ચાર્જ આપવામા આવ્યાે છે. આ ત્રણેય રેંજમા RFO હડીયાપાટી કરતા હાેય એકેય રેંજમા પુરતુ ધ્યાન આપી શકતા નથી. સરકાર દ્વારા અહી RFO ની નિમણુંક કરવામા આવતી નથી. અને માત્ર ચાર્જથી કામ રાેડવવામા આવે છે.
લીલિયા, રાજુલા રેંજમાં કાેઇ આવવા તૈયાર નથી
લીલીયા અને રાજુલા રેંજના અધિકારીઓ પર સાવજાેની રક્ષાની માેટી જવાબદારી આવે છે. છતા કાેઇને કાેઇ દુર્ઘટના બનતી હાેય છે. જેથી આ રેંજ કચેરીમા નાેકરી કરવા કાેઇ અધિકારીઓ તૈયાર થતા નથી. વાઇલ્ડ લાઇફ વાેર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું હતુ કે માેટા ઉપાડે ડિવીઝન શરૂ કરાયુ પરંતુ સ્ટાફ નથી. જેથી 100થી વધુ સાવજાે પર ખતરાે છે.
પાલિતાણામાં ડિવીઝન કચેરી પણ નથી
શેત્રુંજય ડિવીઝનની વડી કચેરી પાલિતાણામા છે. પરંતુ અહી પાેતાની કાેઇ કચેરી નથી. અન્ય કચેરીમા બેસીને વહિવટ ચલાવાય છે. રાજુલામા રેંજ ઓફિસ નથી. સ્ટાફ માટે કવાર્ટર નથી. જાફરાબાદમા પણ કવાર્ટર નથી. માેટાભાગનાે વહિવટ માત્ર કાગળ પર ચાલે છે.
પીપાવાવ પાેર્ટનાે ટ્રેક સાવજાે માટે જાેખમી
રાજુલાથી પીપાવાવ પાેર્ટ સુધીનાે 15 કિમીનાે ટ્રેક સાવજ માટે સાૈથી વધુ જાેખમી છે. અહી સાવજાેની સંખ્યા વધુ છે અને અધિકારીઓનુ કાેઇ પેટ્રાેલીંગ નથી. જેથી કર્મચારીઓ પાેતાની મરજી મુજબ પેટ્રાેલીંગ કરે છે. અહી અનેક વખત સાવજાે ટ્રેન હેઠળ કચડાયા છે. આ ટ્રેક છેક લીલીયા સુધી સાવજાેનાે ભાેગ લઇ રહ્યાે છે.
શિયાળામાં સાવજાે ટ્રેક પર વધુ અાવે છે
શિયાળામા દિવસભર તપેલા રેલવેના પથ્થરાે સાવજાેને થાેડી હુંફ આપતા હાેય ટ્રેક પર અડ્ડાે જમાવે છે. અહી ટ્રેક પર દિવસમા 20 થી 25 માલગાડી નીકળે છે જે સાવજાે માટે જાેખમી છે
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.