અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA(અનલોફુલ એક્ટિવિટિઝ(પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને આવતીકાલે સવારે 10.30 વાગ્યે સજા સંભળાવવાનો અદાલતે નિર્ણય કર્યો છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.
આવતીકાલે(9 ફેબ્રુઆરી) 10.30 કલાકે દોષિતોના કોવિડ ટેસ્ટ કરી કોર્ટમાં હાજર કરાશે. આ તમામને 302 અને 120 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આજે આરોપીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા. તપાસમાં મદદ કરનાર આરોપીને છોડી મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 302ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુ દંડની સજા આપવાની જોગવાઈ છે.
કોર્ટ બહાર ચુસ્ત બંદોબસ્ત
ચુકાદાને લઈને સ્પેશિયલ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સૌપ્રથમવાર ચુકાદા સમયે અન્ય વકીલો, પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પાર્કિગમાં કાર સહિતનાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. કોર્ટ સંકુલમાં 1 DCP, 2 ACP અને 100 પોલીસકર્મી હાજર છે. કેસના વકીલોને જ કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
82 આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી
શહેરમાં 26 જુલાઈ, 2008ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બબ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોમ્બબ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર, જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી, જ્યારે આઠ આરોપી હજુ પણ ભાગેડુ છે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 77 આરોપી દેશનાં 7 રાજ્યની વિવિધ જેલોમાં છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં 49, મધ્યપ્રદેશના ભોપાલની જેલમાં 10, મહારાષ્ટ્રમાં મુંબઈની તલોજા જેલમાં 4, કણાર્ટકના બેંગલુરુની જેલમાં 5, કેરળની જેલમાં 6, જયપુરની જેલમાં 2 અને દિલ્હીની જેલમાં 1 આરોપી છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.