અમરેલી જિલ્લાના સરંભડાથી ગોપાલગ્રામ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે. મોટા મોટા ખાડાથી વાહન અકસ્માતનો પણ ભય બનાવો બની રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા અહી રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી. તાત્કાલીક તંત્ર ગોપાલગ્રામથી સરંભડા સુધીના રસ્તાનું રીપેરીંગ કરે તેવી લોક માંગણી ઉઠી હતી.
કિરીટભાઈ ગજેરા જે ગોપાલગ્રામ માં રહે છે તેમણે જણાવ્યું હતું કે અમારા ગામથી સરંભડા સુધીનો માર્ગ અતિ બિસ્માર થઈ ગયો છે. અનેક વખત તંત્રને રજૂઆત પણ કરી ચુકીયા છે. પણ થોડા સમય પહેલા તંત્ર અહી ઠીગડા મારી ગયું છે. તેમ છતાં રસ્તા પર ફરી ખાડા પડી જાય છે. જેના કારણે વાહનનો અકસ્માતના બનાવો પણ વધવા લાગ્યા છે. તેમજ સાયકલ લઈને સ્કૂલે જતા બાળકોને ખાડાના કારણે પડી રહ્યા છે. અને ઈજાનો ભોગ બની રહ્યા છે.
વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે રસ્તા પર ખાડાના કારણે વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ જ નથી. આ રોડ અમરેલી અને ધારી તાલુકાની હદમાં આવેલ છે. બંને તાલુકાના અધિકારીઓએ કહ્યું હતું કે અડધો અડધો રસ્તો બનાવી અપાશે. તેમ છતાં હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. પરંતુ અત્યારે મસમોટા ખાડાના કારણે લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.