Author: Amreli City
-
ઉત્તર પ્રદેશમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાનું પેપર લીક, પેપર લીક કરનાર ઉપર NSA લાગશે – યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશમાં 12માની બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું હતું, જે બાદ અંગ્રેજી વિષયની પરીક્ષા રદ કરવી પડી હતી. રાજ્ય સરકારે લગભગ 24 જિલ્લાઓમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, બપોરે 2 વાગ્યાથી શરૂ થવાના થોડા કલાકો પહેલા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને પેપર લીક માટે જવાબદાર…
-
1 એપ્રિલથી ક્યાં નિયમમાં ફેરફાર થશે, અને શું મોંઘું થશે ?
* નવા નાણાકીય વર્ષમાં હેલ્થકેર મોંઘી થશે. લગભગ 800 જીવનરક્ષક દવાઓના ભાવમાં 10%નો વધારો થશે, જે સારવારના ખર્ચમાં વધારો કરશે. * નેશનલ હાઈવે પર મુસાફરી કરવી કાલથી મોંઘી થઈ જશે, ગુરુવારે રાતના 12 વાગ્યાથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ ટેક્સમાં 10 રૂપિયાથી 65 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. નાના વાહનો માટે રૂ.…
-
નારણ કાછડીયાએ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેની કામગીરીનો મુદ્દો દિલ્હી લોકસભામાં ઉઠાવ્યો
સૌરાષ્ટ્રમાંથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે-8 ખૂબ જ મહત્વનો છે. આ રોડ 3 જિલ્લાઓને જોડે છે. વર્ષ 2015માં ભૂમિ પૂજન કરી માર્ગના કામની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે આજદિન સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ બન્યો નથી. આ સંદર્ભે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ દિલ્હી લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને નીતિન ગડકરીને રજૂઆત કરી હતી.…
-
અમરેલી જિલ્લામા દર ગુરૂવારે ઉદ્યોગોમાં વીજકાપ
અમરેલી જિલ્લામાં કૃષિ ક્ષેત્રે વીજળીની માંગ આકાશને આંબી રહી છે. જે બાદ વીજ પુરવઠાની સ્થિતિને જોતા વીજ કંપની દ્વારા જિલ્લાના દરેક ઉદ્યોગકારોને ગુરુવારે વીજ વપરાશ ન કરવા અપીલ કરવામાં આવી છે. જો કે હાલના સ્તરે વિજકાપ લાદવામાં આવ્યો નથી, પરંતુ જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો દર ગુરુવારે ઉદ્યોગોમાં વિજકાપ લાદવામાં આવશે. ખેડૂતોને હાલમાં કૃષિ…
-
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 283 સિંહ અને 333 દીપડાનાં મોત
ગુજરાતમાં સિંહ અને દીપડાના મોતને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતમાં 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયા છે. છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહોના મોત થયા છે. તે જ સમયે, બે વર્ષમાં 333 દીપડા મૃત્યુ પામ્યા છે. જેમાંથી કુદરતી મૃત્યુની સંખ્યા 243 છે અને અકુદરતી 90 દીપડા મૃત્યુ પામ્યા…
-
નીતિન ગડકરી ભારતની પ્રથમ હાઈડ્રોજન કાર લઈ સંસદ પહોચ્યા
હાઈડ્રોજન કાર ટૂંક સમયમાં ભારતીય રસ્તાઓ પર પણ જોવા મળશે. લાંબા સમયથી રાહ જોવાતી પહેલી હાઇડ્રોજન કારે ભારતમાં તેની સફર શરૂ કરી દીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી બુધવારે તેની સવારી કરી હતી. કેન્દ્રીય મંત્રી આજે એડવાન્સ કાર દ્વારા સંસદ પહોંચ્યા હતા. દરમિયાન સ્વચ્છ ઈંધણવાળી કાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની…
-
જાફરાબાદનું 42 કરોડનું અને રાજુલાનું 73 કરોડનું તાલુકા પંચાયતનું બજેટ સામાન્ય સભામાં મંજુર
જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ મંજુબેન નાજભાઈ બાંભણીયા, કરશનભાઈ ભીલ, દેવજીભાઈ, ટીડીએ વિજયભાઈ સેંગારા, કરાઈબારી પ્રમુખ ભીમભાઈ વરૂ, અનિરુદ્ધભાઈ વાળા, દયાબેન વગેરેની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વર્ષ 2022-23 માટે 42 કરોડ રૂપિયાના બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. શિક્ષણ, પીવાના પાણી, રસ્તા, આરોગ્ય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકીને બજેટ…
-
જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશનના બે પોલિસકર્મી 5000ની લાંચ લેતા ઝડપાયા
જાફરાબાદ તાલુકાના નાગશ્રી પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોલીસકર્મીએ રૂ.5000ની લાંચ માંગી હતી. ફરિયાદીની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવી લાંચ લેતા બે પોલીસકર્મીઓને પકડી પાડ્યા હતા. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી અમરેલી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી જેના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું…
-
જ્યાં જુઓ ત્યાં કરચલા : ક્યુબામાં કરોડો કરચલાનો એક શહેર ઉપર કબ્જો
કરચલાઓએ દક્ષિણ ક્યુબાના દરિયાકાંઠે સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. દરિયામાંથી જમીન પર આવતા કરચલાઓએ તેમની વસ્તી એટલી બધી વધારી દીધી છે કે લોકો ગભરાટમાં છે. અગાઉ, કરચલા પ્રજનન માટે સમુદ્રમાંથી બહાર આવતા હતા, પરંતુ તેઓ જમીન પર વધુ ફેલાતા ન હતા. પરંતુ કોરોનાના લોકડાઉનમાં કરચલાઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે જ્યાં જુઓ ત્યાં…
-
અમરેલી જિલ્લાના વતની ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ એનાયત
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધલા ગામના વતની સવજીભાઈ ધોળકિયાને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં તેમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વગેરે ઉપસ્થિત રહી સવજીભાઈને અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારા સવજીભાઈ ધનજીભાઈ ધોળકિયાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી…