ગુજરાત રાજ્ય ભરમાં 19મી ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કે પહોંચી ગયો છે. તંત્રએ પણ ચૂંટણીની તમામ તૈયારીઓને છેલી ઘડીએ ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો જાણીએ ગ્રામ પંચાયત ચૂંટણીના જંગમાં કોણ ક્યાંથી ઊભું છે.
8,684મી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી વિશે
19મી ડીસેમ્બરે ગુજરાત રાજ્યની 8684 મી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. જે ચુંટણી ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ આખા ગુજરાતના દરેક ગામના 27,200 ઉમેદવારો ચૂંટણી માં ઊભા જોવા મળશે. જેના 53,507 સભ્યોને ચૂંટવા માટે કુલ 1,19,998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
કુલ કેટલા મતદારો છે?
રાજ્યમાં 8684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1,82,15,013 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93,69,202 પુરૂષ અને 88,45,811 મહિલા મતદારો ની ગણતરી થઈ છે.
રાજ્યમાં કુલ કેટલા મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે
2021 ની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 23,907 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. અહી 6656 મતદાન મથકો સંવેદનશીલ અને 3074 મતદાન મથકોને અતિસંવેદનશીલ જાહેર કરવામાં અવિયા છે.
પોલીસ સ્ટાફ કેટલો તૈનાત કરવામાં આવશે?
2021 ની 19મી સામાન્ય ચૂંટણી દરમિયાન સલામત મતદાન સુનિશ્ચિત કરવા માટે 8664 ગ્રામ પંચાયતોમાં કુલ અંદાજિત 51,747 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. હવે આ ચુંટણી પ્રક્રિયા માટે કુલ 2,546 રિટર્નિંગ ઓફિસર, 2,827 મદદનીશ રિટર્નિંગ ઓફિસર અને 1,37,466 પોલિંગ સ્ટાફ પણ હજાર રહેશે.
હજી વધુ ચુંટણીને લગતા સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.