ગુજરાતમાં ફરી બે દિવસ માવઠાની આગાહી, હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમા ફરી એક વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૫-૬ જાન્યુઆરીના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં આગામી બે દિવસમાં પલટો આવી શકે છે. આગામી ૫ જાન્યુઆરીના ઉતર ગુજરાત અને કચ્છમાં જ્યારે ૬ જાન્યુઆરીના દ્વારકા, મોરબી, જામનગર, પોરબંદર, રાજકોટ,  સુરેન્દ્રનગરમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. વરસાદની આગાહીને પગલે રવિ પાકનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે.

ચાર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ફરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદનું મહત્તમ તાપમાનમાં 1 ડીગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4.5 ડીગ્રી અને શનિવાર કરતાં દોઢ ડીગ્રી વધીને 16.5 નોંધાયું હતું.12 શહેરમાં ગરમીનો પારો વધીને 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સુરત, વલસાડ અને મહુવા રાજ્યના સૌથી ગરમ અને નલિયા 10.1 ડીગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. રાજ્યનાં અન્ય તમામ શહેરોમાં ગરમીનો પારો 26થી 29 ડીગ્રી વચ્ચે નોંધાયો હતો.

રાજ્યમાં 10 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. આગામી 4 થી 5 દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2 થી 4 ડીગ્રીનો વધારો થવાની શક્યતા છે. થોડા દિવસ પહેલાં રાજ્ય સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠું અને વરસાદી છાંટા પડવાને કારણે ઠંડી વધી હતી. આ ઉપરાંત ઉત્તર ભારતમાં હીમ વર્ષાને કારણે ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડી વર્તાઈ હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.