નવા વર્ષના પહેલા દિવસે મોદી સરકાર ખેડૂતોને ખુશખબર આપવા જઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 10મા હપ્તાના નાણા બે દિવસ પછી શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.
PM-કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જે 4-મહિનાના અંતરાલ પર દરેક ખેડૂતને રૂ.2000ના ત્રણ સમાન હપ્તામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તે પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડથી વધુની સન્માન રકમ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન મોદીજી 351 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) માટે રૂ.14 કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ રિલીઝ કરશે. જેના કારણે 1.24 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન પણ કરશે.
કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે આ યોજના હેઠળ મોટાભાગના લાભાર્થીઓને પૈસા મળી રહ્યા છે, પરંતુ જો કોઈને તે મળ્યા નથી, તો તેના ડેટામાં ચોક્કસપણે કોઈ ભૂલ હશે. આવા લોકોએ પોર્ટલ પર જ પોતાના ગામનું લિસ્ટ જોઈ લેવું જોઈએ અને જાણવું જોઈએ પૈસા કેમ નથી મળી રહ્યા. પછી તમારા લેખપાલ અથવા જિલ્લા કૃષિ કાર્યાલયનો સંપર્ક કરો. જો તે કામ ન કરે તો જિલ્લા ખેતીવાડી અધિકારીને મળો. જો ત્યાંથી કોઈ ઉકેલ ન આવે તો પીએમ યોજનાના હેલ્પલાઈન નંબર 155261 અથવા 011-24300606 પર વાત કરો.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.