ચંડીગઢ પંજાબમાં સત્તાપક્ષ કોંગ્રેસે આખરે વચલો રસ્તો કાઢીને આંતરિક કલહને ઠારવા દલિત નેતા ચરણજીતસિંહ ચન્ની પર પસંદગી ઉતારીને તેમને નવા મુખ્યમંત્રી બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે . જાહેરાત બાદ નવા મુખ્યમંત્રીની નિમણુંકની સંસદિય પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને તેમને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા , ચરણજીતસિંહ ચની નવી સરકાર રચવા માટે પંજાબના રાજયપાલ બનવારીલાલ પુરોહિતને મળવા પહોંચ્યા હોવાનું મનાય છે . અને એ કાદ બે દિવસમાં તેમના સહિતના મંત્રીમંડળની શપથવિધિ યોજાઇ શકે તેમ છે . નોંધનીય છે કે એક બીજા સામે લડી રહેલાં પૂર્વમુખ્યમંત્રી અમરિન્દરસીંગ અને નવજોતસિંહ સિધુનો કલહને ઠારવા માટે કોંગ્રેસ દલિત કાર્ડ પર ચૂંટણી જંગના મેદાનમાં ઉતરવા દલિત નેતાની પસંદગી કરી છે . અમરિન્દરસીંગે સિધુને મુખ્યમંત્રી બનાવવા સામે ઉગ્ર વિરોધ નોંધાવીને કોંગ્રેસપક્ષ છોડી દેવાની ધમકી આપી હતી . જેના પગલે પંજાબના નવા સીએમ બનવાના સપના જોનાર સિધ્ધના બદલે ચરણજિત સિંહ રાશી બેની લડાઇમાં ત્રીજો ફાવે તેમ ભાગ્યશાળી સાબિત થયા છે . કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે દલિત નેતા ચરણજિત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે . ચરણજિત સિંહ ચન્ની પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી બનશે . પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે ટ્વિટ કરીને ચરણજિત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે . કોંગ્રેસ નેતૃત્વએ તમામ ચર્ચાઓ પર બ્રેક લગાવતા ચરણજિત સિંહ ચન્નીના નામની જાહેરાત કરી છે.
ચરણજિત સિંહ ચન્નીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા છે . ચમકૌર સાહિબ વિધાનસભા સીટથી ધારાસભ્ય ચરણજિત સિંહ ચન્ની પંજાબ સરકારમાં ટેકનિકલ મંત્રી રહી ચૂક્યા છે . રામદસિયા શીખ સમુદાય સાથે સંબંધ ધરાવતા ચરણજિત સિંહ ચન્ની વર્ષ ૨૦૧૭ માં ૪૭ વર્ષની ઉંમરમાં કેપ્ટન અમરિંદર સિંહ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા . તેઓ પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂકયા છે .
અહીં નોંધનીય છે કે કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામાના ૨૪ ક્લાક બાદ આખરે પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવ્યું છે . કોંગ્રેસના દલિત નેતા ચરણજિત સિંહ ચન્ની રાજયના નવા સીએમ બનશે . એક વિટમાં પક્ષના પ્રભારી હરીશ રાવતે માહીતી આપી હતી કે , ચરણજિત સિંહ ચશીને સર્વાનુમતે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચુંટવામાં આવ્યા છે . આ પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુખજિંદરસિંહ રંધાવાનું નામ પં જાબના મુખ્યમંત્રીની રેસમ સૌથી આગળ ચાલી રહ્યું હોવાની ચર્ચા હતા . પણ , ચરણજિત સિંહ ચશ્રીની પંજાબના નવા મુખ્યમંત્રી તરીકેની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા સુખજિંદરસિંહ રંધાવાએ કહ્યું કે આ નિર્ણયને હું આવકારું છું . ચરણજિત સિંહ ચન્ની મારા નાના ભાઇ સમાન છે . હું બિલકુલ નિરાશ નતી . બીજી બાજુ , ચરણજિત સિંહ ચશ્રીના પરિવારજનો રાજભવન પહોંચી ચૂકયા છે . તારીખ ૨ એપ્રિલ ૧૯૭૩ ને રોજ પંજાબમાં જન્મેલા ચરણજિત સિંહ ચન્નીની ઉંમર ૪૮ વર્ષ છે . તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે . તેઓ પંજાબ સરકારમાં ટેકનિકલ શૈક્ષણિક અને ઔદ્યોગિક ટ્રેનિંગ મંત્રી રહી ચૂકયા છે . ચરણજિત સિંહ ચશીના સહારે કોંગ્રેસે પંજાબમાં ૩૨ ટકા દલિત વોટ બેન્ક પર નિશાન સાધ્યો છે . પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપી દીધા બાદ , નવા મુખ્યમંત્રીની પસંદગીને લઇને નવા નવા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા . આ વચ્ચે હવે સુખજિંદર સિંહ રંધાવાનું નામ પર સંમતિ થઇ હોય તેવું લાગી રહ્યું હતું .
પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિદ્ધ વચ્ચે છેલ્લાં કેટલાય મહિનાથી ચાલી રહેલો સત્તા સંઘર્ષ આખરે અંતિમ ચરણ પર પહોંચ્યો અને ચૂંટણી પહેલા જ કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપવું પડયું છે . પંજાબ કોંગ્રેસના મહાસચિવ પ્રગટસિંહે ધારાસભ્ય દળની બેઠક રદ્દ થઇ હોવાની માહિતી આપી હતી .
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.