પિતાએ 25 વર્ષના દીકરાને થિનર ફેંકી જીવતો સળગાવી દીધો, ઘટના CCTV માં કેદ થઈ

બેંગ્લોરના ચામરાજપેટમાં એક પિતાએ પોતાના જ પુત્રને સળગાવી દીધો. પ્રાપ્ત માહિતી અનુસાર પિતા સુરેન્દ્ર અને પુત્ર અર્પિત વચ્ચે થોડા દિવસોથી ધંધાને લઈને ઝઘડો ચાલતો હતો. વિવાદ એટલો વધી ગયો કે 55 વર્ષીય સુરેન્દ્રએ પહેલા તેના 25 વર્ષના પુત્ર અર્પિત ઉપર થિનર ફેક્યું અને બાદમાં તેને આગ ચાંપી દીધી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. પિતા સુરેન્દ્ર ફેબ્રિકેશનનો બિઝનેસ કરે છે. તેમનો પુત્ર અર્પિત દુકાન ચલાવતો હતો. પિતાએ જ્યારે હિસાબ માંગ્યો ત્યારે અર્પિત 1.5 કરોડ રૂપિયાનો હિસાબ આપી શક્યો ન હતો, જેના કારણે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો.

 

આ સમગ્ર ઘટના 1 એપ્રિલ ચામરાજપેટ પાસેના આઝાદ નગરમાં બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અર્પિત આગની જ્વાળાઓથી ઘેરાયેલા રસ્તા પર દોડી રહ્યો હતો. તેને પસાર થતા લોકો અને વેરહાઉસના કામદારોએ બચાવી લીધો હતો, જેમણે બાદમાં તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ 7 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંજીવ પાટીલે કહ્યું કે સુરેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.